ગરીબ નું જીવન
ગરીબ નું જીવન
મિત્રો હું આ વાર્તા ગરીબી વિષે વાત કરું છું જે એ સમજવા ની જરૂર છે ગરીબ નું જીવન બહુજ કઠિન હોય છે, તેઓ કેટલી બધી કઠિન પરિસ્થિતિઓ નો સામનો કરી આગળ વધે છે, વગેરે બાબતો ની અહીં વાત કરવા માં આવી છે.
વાત છે અમદાવાદ શહેરમાં રહેતા એક ગરીબ પરિવાર ની, પરિવારમાં ટોટલ ચાર સભ્ય રહેતા હતા, રમેશ તેના પરિવાર નો મોભી હતો. રમેશ ના પરિવાર માં તેની પત્ની સુશીલા અને તેના બે બાળકો સાથે રહેતો હતા.રમેશ ના ઘર ની આર્થિક પરિસ્થિતિ બહુજ ખરાબ હતી.આજ
રમેશ ભણેલો ન હોવાથી તેની પાસે નોકરી ન હતી. તેથી તે છૂટક મજૂરી કરીને ઘર નું ગુજરાન ચલાવતો હતો. રમેશ ની આર્થિક ખુબ કપરી હોવાના કારણે તે બાળકો નું ભરણપોષણ પણ સારી રીતે કરી શકતો ના હતો . પણ તે દિવસ -રાત ખુબ મહેનત કરી તેની પાસે જે પૈસા આવે તે તેના ઘરમાં આપી દેતો હતો .
ઘરમાં એક જ વ્યક્તિ કામ કરવાથી પહોચી વરાય તેમ ના હતુ તેથી તેની પત્ની સુશીલા એ આજુ બાજુ ના વિસ્તાર માં ઘરકામ કરવા માટે જતી હતી. જેમકે કપડાં ધોવા ,વાસણ ધોવા અને સાફ-સફાઈ વગેરે . બાળકો નાના નાના હોવાને કારણે તેને પોતાના બાળકો ને કામ પર સાથે લાને જતી હતી.
ગરીબ નુ જીવન એ બહુ જ આકરી હોય છે ગરીબાઈ હોવાના કારણે લોકો પણ તેમને બહુ હેરાન કરતા હોય છે .અને મતભેદ પણ કરતા હતા.
રમેશ ગરીબ જરૂર હતો પણ તે ખુબ મહેનતુ અને સ્વાભિમાની હતો. તે હંમેશા પૂરી લગન થી કામ કરતો હતો .તે કોઈ ની પાસે ઉછી- ઉધાર ના લેતો હતો.પરંતુ તે કામ કરીને પૈસા કમાતો હતો . રમેશની પત્ની સુશીલા પણ તેના નામ જેવી સુશીલ। હોશિયાર તેમજ ગુણવાન હતી
બંને પતિ પત્ની સાથે મળીને તમામ પરિસ્થિતિ ને કાબુ માં કરવાની કોશિશ કરતા હતા . તેઓ ભલે ગરીબ હતા પણ દિલ થી તેઓ અમીર હતા. તેઓ ને ભગવાન ઉપર પુરેપુરો ભરોસો હતો. અને બંને સાથે મળી ને બીજા પણ નાના-મોટા કામ કરતા હતા।
રમેશ દરરોજ વહેલા સવારે કમ શોધવા જતો રહેતો હતો . અને છેક સાંજે ઘરે પરત ફરતો હતો .તેથી રમેશ ની પત્ની સુશીલા એ તેના બાળકો નાના નાના હોવાને કારણે તે કામ પર તેઓ ને સાથે લઈ જતી હતી . સુશીલા જ્યાં કામ કરતી હતી ત્યાંના તેના માલિક નો સ્વભાવ સારો ના હતો.ત્યાં તેના બાળકો જોડે દુરવ્યવહાર વામાં આવતો હતો અને ધમકાવામાં આવતા હતા। .પણ સુશીલા તેના બાળકો ને શાંતિ થી સમજાવતી હતી .અને બાળકો ને કહેતી કે અહીં ની કોઈ પણ પ્રકાર ની સાધન સામગ્રી ને તેઅમજ કોઈ પણ ચીજો ને અડકવું તેમજ ત્યાં હાથ લગાડવો નહિ .
સુશીલા ના માલિક ના ઘરના બધા લોકો જામી લીધા પછી જે વધે તે તેના ઘરના માટે એટલે કે તેના પતિ અને બાળકો માટે લઇ જતી હતી.
એક દિવાસ સુશીલા ના માલિક નો બાર છોકરો રમતો હતો. અને તે રમતા રમતા બાર ના પગથિયાં પર થી પડી ગયો હતો .અને તે સમયે તેના માલિક ત્યાં હતા નહિ તો તેને કોઈ પણ પ્રકાર ની ચિંતા કાર્ય વગર તેમજ તેના બાળકો ની પણ પરવા કરી ના હતી અને તે તેના મલિક ના છોકરા ને તાત્કાલિક દવાખાને લઇ ગઈ હતી . બાળક ને જલ્દી અને સારી સારવાર થાય તે માટે તેની પાસે જે પણ પૈસા હતા તો તેને કોઈ પણ પર્વા કાર્ય વગર તેને તેના મલિક ના બાળક ની સારવાર માટે ખર્ચી નાખ્યા હતા. અને આમ માલિક ના છોકરા ને સારી સારવાર મળવાથી જલ્દી સાજો થઈ ગયો હતો.
જ્યાં સુશીલા કામ કરતી હતી ત્યાંના શેઠ શેઠાણી ને આ વાત ની ખબર પડતા તેઓ એ સુશીલા નો ખુબજ આભાર માન્યો હતો અને તેઓ ને સુશીલા પ્રત્યે માન સન્માન વધી ગયું હતું. અને તેઓ સુશીલા ના બાળકો સાથે પણ સારું વર્તન કરવા લાગ્યા હતા. અને સુશીલા ના બાળકો ને તેમના બાળકો ની સાથે રમવા દેતા હતા. અને તેઓ સુશીલા ના બાળકો ને આગળ ના અભ્યાસ માટે સુશીલા ને મદદ કરી હતી.
આ બાજુ રમેશ નોકરી ની તાપસ માં હતો, નોકરી ખુબજ શોધ ખોળ કર્યા બાદ તેને એક કારખાના માં લેબર કામ નોકરી મળી ગઈ હતી, અને તેની હાજરી એક દિવસ ની રૂપિયા 270/- હતી. હા હવે તે રોજ કામે જતો હતો એક પણ દિવસ ની રાજ પાડતો ન હતો. તેથી તેના ઘરની આર્થિક પરિસ્થિતિ માં થોડો સુધાર આવવા લાગ્યો હતી. બંને પતિ પત્ની સાથે મળીને કમાવતા હોવાથી ઘરની પરિસ્થિતિ બદલાવા લાગી હતી.
આમ રમેશ રોજ ની જેમ નોકરી ગયો હતો અને તે દિવસે નોકરી પર ત્યાં કારખાના માં લોડિંગ નું કામ કરતો તે દરમિયાન લોડિંગ મશીન નો બેલ્ટ તૂટી જવાથી મશીન માં થઈ રહેલો લોડિંગ સમાન તેના હાથ પર પડી જવાથી હાથ ભાંગી ગયો હતો. તેથી તેના કારખાના ના માલિકે તેને સારવાર માટે તાત્કાલિક દવાખાને પહુંચાડયો હતો.
હાથ ભાંગી જવાથી તેને લગભગ ત્રણ મહિના સુધી ડોક્ટરે આરામઆ કરવા માટે કહ્યું હતું. અને તેને તેના હાથ માં પાટો ત્રણ મહિના સુધી રાખવા નો હતો. તેમજ કોઈ પણ પ્રકાર ના વજન વાળી વસ્તુ ઉંચકવી નહીં તેમજ ભારે કામ કરવું નહીં વગેરે કામ માટે ડોક્ટરે સ્પષ્ટ શબ્દો માં ના પડી હતી.
રમેશ ને ત્રણ મહિના સુધી ઘરે બેસવા થી તેને તેના ઘરમાં આર્થિક રીતે ખુબ જ નુકશાન આવે તેમ હતું.પણ ડોક્ટર ની શાક્ત મનાઈ તેમજ હાથ ભાગી જવાના કારણે તે કઈ પણ કામ કરી શકતો ન હતો. તેથી તેને ત્રણ મહિના સુધી ઘરે બેસવું પડ્યું. રમેશ ને ત્રણ મહિના સુધી ઘરે બેસવા ના કારણે સુશીલા ને એકલા કામ કરવાનું તેમજ તેના બાળકો ની દેખરેખ કરવાની જવાબદારી પણ સુશીલા ની હતી.અમૈશ્ચરે હોવાના કારણે ઘરની આર્થિક પરિસ્થિતિ પણ પાછી નબળી પાડવા લાગી હતીં . એક બાજુ તેના ઘરનો ખર્ચ અને બીજી બાજુ રમેશ ની સારવાર (દવાખાના )નો ખર્ચ .આમ તેઓ ને પહોંચી વળાતું ન હતું પણ સુશીલા એ બધી જવાબદારીઓ જેમ તેમ કરી ને સંભાળી રાખી હતી.
રમેશ ની સારી રીતે સારવાર થતા તેનો હાથ પણ જલ્દી સાજો થઈ ગયો હતો ત્રણ મહિના આરામ કાર્ય પછી તેમજ હાથ સાજો થઈ ગયા પછી તે જે કારખાના માં કામ કરતો હતો તે ત્યાં ફરી થી નોકરી લાગી ગયો હતો .આમ ,તે રાબેતા મુજબ નોકરી જવાના કારણે તેના ઘરની આર્થિક પરિસ્થિતિ ઘણો સુધારો આવ્યો હતો.
બંને પતિ-પત્ની સાથે અને સંપી ને તેમજ સમજદારીથી કામ કરતા હોવાના કારણે ઘરની પરિસ્થિતિ સુધરી .અને તેઓ ખુશીથી સાથે રહેતા હતા .આગળ જતા રમેશ જ્યાં કામ કરતો હતો ત્યાં તે કારખાના માં એ સારો કારીગર બની ગયો હતો .તેથી તેને ત્યાં એક સુપરવાઈઝર માં રાખી લીધો હતો .અને તેનો પગાર પણ વધી ગયો હતો . હવે રામેશ સારું કમાય લેતો હોવાથી સુશીલા ને ઘર કામ કરવાની જરૂર ના હતી .પછી રમેશે સુશીલા ને ઘરકામ તેમજ બાર ના કામ કરવાનું છોડાવી દીધ્યુ અને કહ્યું કે હવે તું ખુશી થી તારા ઘરને તેમજ તારા બાળકો નું દયાન રાખીશ.દ
રમેશે તેના બંને બાળકો ને સારી એવી શાળા માં દાખલો લેવડાવ્યો હતો અને સારી રીતે અભ્યાસ સરાવતો હતો .અને બાળકો ની જરૂરિયાત તમામ સાધન સામગ્રી લઇ આપતો હતો .
હવે તેઓ ના ઘરની આર્થિક પરિસ્થી પણ સુધરી ગઈ હતી .અને રમેશ ,સુશીલા તેમજ તેમના બે બાળકો સાથે મળી ને એક બીજા સાથે તેઓ ખુબ જ સુખ-શાંતિ થી અને હળીમળી ને તેમજ સંપી ને અને ખુશી થી રહેતા હતા .
- આમ , આ વાર્તા પર થી આપણને આ શીખ મળે છે કે ,,
- આપણે દરેક પ્રકારની પરિસ્થિતિ સુખ -દુઃખ ,ગરીબાઈ તેમજ કઠિન મુશ્કેલીઓ નો નીડરતા પૂર્વક સામનો કરવો જોઈએ .
- ગરીબ અને અમીર વચ્ચે કોઈ પણ મતભેદ કે ભેદભાવ રાખવો જોઈએ નહિ.
- હંમેશા આપણા પરિવાર તેમજ આજુબાજુ પાડોશી અને જરૂરિયાત મંત ને મદદ કરવી જોઈએ.
- મિત્રો આશા રાખું છું કે આ વાર્તા આપને પસંદ આવી હશે તેથી આપ મિત્રો મારી નમ્ર વિંનંતી છે કે અમારા બ્લોગ ને સપોર્ટ કરો Subscribe અને શેર કરો અને મિત્રો કોઈ સુજાવ હોય તો અમારા કોમેન્ટ બોક્સ માં જરૂર લખી આપજો અને જો તમારી પાસે કોઈ વાર્તા હોય તો અમને જરૂર જાણ કરજો.
- મિત્રો આપ સહુ નો ધન્યવાદ છે આ વાર્તા ને વાંચવા માટે તેમજ સમજવા માટે
- ફરી મળીશું અનેક નવી વાર્તા સાથે આભાર............
લેખકઃ
સાધના એ. સોઢા
Comments
Post a Comment