બચપણ થી ઘડપણ સુધી

નમસ્કાર મિત્રો આ વાર્તા બચપણ થી લઈને ઘડપણ સુધી નું બતાવેલ છે ઉમ્મીદ કરું છું મિત્રો તમે આ વાર્તા ધ્યાન થી વાંચસો તથા તમારા મિત્રો જનોને સંભળાવશો 

બચપણ

બચપણ શબ્દ સાંભળતાં આપણે આપણા બચપણ માં પરોવાઈ (ખોવાઈ) જતા હોઈએ છીએ.




જેમકે, 'અમે બાળપણ માં આમ કરતા હતા. અમારુ
બાળપણ સૌ થી સારુ હતુ. બધા એક બીજા ને કેવી ધમાલ- મસ્તી, કેવી રમતા જેવીકે સંતા કુકડી, ગિલી દંડા, ખોખો વગેરે વગેરે. પડોશીઓ ને હેરાન કરવાનું, તેમજ નાના-ભાઈ-બેન ની સાર સંભાળ રાખવાનું, બધીજ ગલીયોમાં બેફામ દોડવાનું આમ તમામ પ્રકારની તસવીરો આપણા દિમાગ માં દોડવા લાગે છે.


          આજે હું તમને બાળપણ થી લઈને ઘડપણ સુધીની વાર્તા કહીશ.
તો વાત છે એક નાનકડા તેમજ અંતરિયાળ ગામની જે  ભારત દેશ માં આવેલ ગુજરાત રાજ્ય નું મેઘરાજ ગામ માં રહેતો હિતેન ની બાળપણ થી લઈને ઘડપણ સુધીની આ  વાર્તા છે.

          એક છોકરો હતો તેનું નામ હિતેન હતું, તે એક નાનકડા તેમજ અંતરિયાળ ગામ માં રહેતો હતો. તેનો જન્મ 5/1/1966 માં થયેલ હતો.
તે બાળપણ થીજ સમજદાર તેમજ હોશિયાર  અને મહેનતુ હતો.

          તેના ઘરમાં માતા પિતા અને  ચાર ભાઈ તેમજ એક બહેન હતી, ભાઈયો માં તે સૌ થી મોટો હતો.
તે તેના ભાઈ બહેન ની ખુબજ કાળજી રાખતો, તેમજ તેના માતા પિતા ને ઘરના કામ માં પણ મદદ કરતો હતો. પહેલા ના જમાના માં ભણતરને  એટલું મહત્વ આપતા ન હતા, બસ તેઓ મજૂરી તથા ખેતી નું કામ કરી ઘર નું ગુજરાન ચલાવતા હતા. આમ હિતેન ના માતા પિતા પણ ખેતી નું કામ કરતા હતા.

                           હિતેન  પાંચ વર્ષ  થતા તેના માતા પિતા એ  તેને ઘરની નજીક ની સરકારી  પ્રાથમિક શાળા
માં ભણવા બેસાડીયો હતો. તેથી તેના જીવન ના પ્રથમ ચરણ માં પ્રવેશ કર્યો, હિતેન ને  ભણવા માં  ખુબ રસ હોવાથી તે શાળા માં જતો. શાળા માં નવા મિત્રો પણ બનાવ્યા , તેમજ શાળા શિક્ષકો અને ત્યાંના વિદ્યાર્થી જોડે હળીમળી ગયો હતો.

          તે ભણવા માં હોશિયાર હતો પણ બોલવા માં  થોડું અચકાતો હતો, તેથી શાળા માં વિદ્યાર્થીઓ તેની મજાક ઉડાડતા હતા. પણ તે જરા પણ તેમાં ધ્યાન નતો આપતો, તે હોશિયાર હોવાથી શાળા ના શિક્ષકો સાથ સહકાર તેમજ પ્રોત્સાહન આપતા હતા, તેથી તેને હિમ્મત મળતી હતી, ગામ માં ધોરણ એક થી ચાર સુધી ની શાળા હતી. તેથી તેને આગળ ના  અભ્યાસ માટે બીજા નજીક ના  ગામે જવું પડ્યુ. ઘરથી શાળા પાંચ કિલો મીટર દૂર આવેલ હતી. અને એના  ઘર ની આર્થિક પરિસ્થિતિ સારી ન  હોવા ના કારણે અને એ  સમય માં બસ કે કોઈ પણ પ્રકાર ની સુવિધા ના હોવાથી તેને ઘણી મુશ્કેલી નો સામનો કરી શાળા ચાલીને જતો, ના તે વરસાદ, તડકો છાંયો તથા ઠંડી જોતો, તે રોજ પાંચ કિલો મીટર જવા અને આવવા નું તેમ સરવાળે 10 કિલો મીટર નું અંતર કાપતો હતો, ભણવા માં હોશિયાર હોવા થી શિક્ષકો એ અનેક મદદ કરી જેમ કે પાઠ્ય પુસ્તક દફતર અને નોટ ચોપડા તથા કપડાં વગેરે.

          શાળાએ થી  થાકીને આવતો હતો તો પણ એના માતા પિતા ને ઘરના તથા ખેતર ના કામ માં મદદ કરતો હતો. અને ભાઈ બહેન સાથે સમય પસાર કરતો હતો. પાંચેય ભાઈ બહેન ખુબજ મસ્તી કરતા અને સંપીને સંપીને રહેતા  હતા. એક સમય ની વાત છે તેના માતા પિતા કામ થી બહાર ગયા હતા, અને તે તેના નાના ભાઈ જોડે રમતો હતો. તે તેના નાના ભાઈ ઊંચકીને આખા ઘરમાં તેમજ ખેતર માં ફરતો હતો. એક દિવસ આમ ખંભે બેસાડી રમતા હતા. તેથી તેનો ભાઈ પડી જતા નાના ભાઈ નો હાથ માં ભાંગી ગયેલ હતો. ભાઈ નો હાથ ભાંગી જવા થી તે ખુબજ ડરી ગયો હતો. પણ ઘરે કોઈ ના હોવા ના કારણે તેને થોડી હિમ્મત એકઠ્ઠી  કરીને નાના ભાઈ ને છ કિલો મીટર દૂર આવેલા દવાખાના માં ખંભે ઊંચકીને ચાલતા લઇ ગયો હતો. અને દવાખાને જતા અનેક મુશ્કેલી નો સામનો કરવો પડ્યો જેમ કે પગ માં કાંટા વાગવા, છાલા પાડવા  વગેરે મુશ્કેલીનો  સામનો કરવો પડ્યો હતો. કારણ કે એ સમય એને તાત્કાલિક દવાખાને નાના ભાઈ સારવાર માટે લઈને જવું હતું તેથી તેને સમય બરબાદ ના કરતા પગ માં ચપ્પલ પણ ના પહેર્યા અને દવાખાને નાના  ભાઈને લઈ ગયો હતો. તેથી તેના  માતા પિતા ને ખબર પડતા તેને ખુબજ માર પડ્યો હતો. તેથી તે ભૂખ્યા પેટે સુઈ ગયો હતો. અને સવારે શાળા જવાના સમય એ પણ ભૂખ્યા પેટે જતો રહ્યો હતો. આજ રીતે એને 5 થી 12 વર્ષ  ઉતાર ચઢાવ માં કાઢિયું અને પ્રાથમિક શિક્ષણ સારી રીતે પૂર્ણ કર્યું.

          પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યા  બાદ તેને આગળ ભણવા નું વિચાર્યું પણ તેને તેના માતા પિતા નો સાથ સહકાર ના મળતા તેના એક પ્રાથમિક શાળા શિક્ષક ની મદદ થી માતા પિતા ના વિરુદ્ધ માધ્યમિક શિક્ષણ માટે ઘર થી દૂર આવેલ 15 કિલો મીટર સિસોદરા ગામ ની ઉત્તર બુનિયાદી શાળા માં પ્રવેશ લીધો. ઘર થી શાળા દૂર હોવાના કારણે તેને છાત્રાલય માં રહેવાનું  નક્કી કર્યું.


કિશોરાવસ્થા

          ઉત્તર બુનિયાદી શાળા એટલે કે ગાંધી વાદી શાળા ત્યાં ગાંધીજી ના વિચારો નું ખુબજ મહત્વ અને સમર્થન આપવા માં આવતું હતું. છાત્રાલય ના નીતિ નિયમો બહુ કડક હોવા છતાં  હિતેને હાર ના માની અને નિયમોનુસાર ચાલતો હતો. છાત્રાલય માં નિયમ અનુસાર સવારે વહેલા પાંચ વાગ્યે ઉઠીને ને પ્રભાત ફેરી માં  જવું તેમજ પ્રાર્થના માં જવું, ટુકડી સાથે રહીને કામ કરવું જેમ કે શ્રમ કામ, બગીચા નું કામ, સાફ સફાઈ થી લઈને રસોઈ કામ પણ કરવું પડતું હતું. અને આ રીતે તેને માધ્યમિક શિક્ષણ સારા ક્રમાંકે પૂર્ણ કર્યું. અને જેમ જેમ સમય વધતો ગયો અને તેમ તેમ  હિતેન સમજદાર થતો ગયો.  આ સમય હિતેન ની ઉમર આશરે  15 વર્ષ ની હશે.


         હિતેન તેનું માધ્યમિક શિક્ષણ પૂર્ણ કરીને ઘરે પરત ગયો ત્યારે  તેના પર તેના માતા પિતા એ  અનેક જવાબદારી  સોંપી દીધી અને તેના માતા નું સ્વાસ્થ્ય સારું ના હોવાથી તેના માતા પિતા ના દબાણ ના કારણે  અચાનક હિતેન થી 6 વર્ષ મોટી વય ની છોકરી સાથે લગ્ન કરાવી દીધા  તેથી તે એના આગળ ના શિક્ષણ માટે 2 વર્ષ સુધી વિચારી ના શક્યો અને આમ તહિતેન ની ઉંમર 18 વર્ષ ની થઈ ગયેલ હતી. પછી તેની જવાબદારી વધી ગઈ હતી. એક બાજુ આર્થિક પરિસ્થિતિ સારી ન હતી અને બીજી બાજુ  ઘર ની સાથે પત્ની ની પણ જવાબદારી  વધી, પણ હિતેન તમામ જવાબદારી સાથે તેને આગળ ના અભ્યાસ કરવા નું નક્કી કર્યું. અને ઉચ્ચ માધ્યમિક શાળા ગામ કે ગામ ની આસ પાસ ના હોવા ના કારણે તેથી તેને ઘર થી  દૂર લગભગ ઘર થી પચાસ એક કિલો મીટર દૂર આવેલ શાળા માં પ્રવેશ લીધો અને અભ્યાસ  કર્યો. ત્યાં પણ તેને અનેક કઠણાઈ નો સામનો કરવો પડ્યો હતો. ધોરણ 12 ની પરીક્ષા તૈયારી સારી રીતે કરી અને શાળા તેમજ જૂથ કક્ષા એ પ્રથમ ક્રમાંકે પરિણામ મેળવ્યું. આમ તેના ગામ અને તેના માતા પિતા તેમજ તેની પત્ની ને તેના પર  ગર્વ થયો . અને તેની પત્ની ના સાથ સહકાર થી અને તેના માતા પિતા ના સહયોગ થી આગળ ના સ્નાતક થવા  માટે નો  એને નિર્ણય લીધો. અને  દૂર આવેલ ગાંધીનગર માં આવેલ ગ્રામ ભારતી કોલેજ તેમજ છાત્રાલય માં પ્રવેશ મેળવ્યો હતો.


યુવાની 

          કોલેજ માં પહેલાજ દિવસે  રમન નામ ના છોકરા જોડે મુલાકાત થાય અને તેઓ સારા મિત્રો બન્યા  હતા. છાત્રાલય માં પણ નસીબ જોગ એક સાથે રહેવા મળ્યું, તેથી તે બહુ જ ખુશ થઈ ગયા હતા. અને ખુબ જ મજાક મસ્તી કરતા. અભ્યાસ  દરમિયાન અમુક મુંજવતા પ્રશ્નો અને મુદ્દા ના ઉકેલ માટે તેઓ  એક બીજા  સાથે ચર્ચા
કરી ઉકેલ લાવતા હતા. બંને એક બીજા ને આર્થિક રીતે અને તેમજ દરેક પ્રકાર ની મુશ્કેલી માં ( સુખ અને દુઃખ ) મદદ કરતા હતા. તેઓ એ ફળ ફૂલ , અનાજ  અને કંદમૂળ વગેરે પર અભ્યાસ કર્યો, અને વિવિધ પ્રકાર ના ખાતર કેવી રીતે બનાવાય અને તેનું  મહત્વ વગેરે પર અભ્યાસ કર્યો હતો બંને મિત્રો અધ્યાપક ના પ્રિય હતા. તેઓ ની તુલના આદર્શ અને હોશિયાર વિદ્યાર્થી માં થતી હતી, બંને મિત્રો પરીક્ષા ની તૈયારી સાથે  મળીને  કરતા  હતા. અને એક બીજા ને સાથ સહકાર આપીને સંપીને રહેતા હતા.

          જોત જોતામાં કોલેજ ના ત્રણ વર્ષ ક્યારે પૂરા થયા ખબરજ ના પડી કોલેજ ના છેલ્લા દિવસે ઘરે જતી વખતે બન્ને મિત્રો એક બીજાને આંખો  માં જોઈ  ભાવ વિભોર  થઈ ને  એક બીજાને ભેટી પડ્યા અને રડવા લાગ્યા હતા. તેઓ તે દિવસે  ખુશી ની સાથે સાથે બહુજ દુઃખી હતા. ત્યાર બાદ તેઓ પોત પોતાના ઘરે કોલેજ ની ડિગ્રી (સ્નાતક) લઈને ઘરે ગયા હતા. હિતેન ના માતા પિતા તથા તેની પત્ની ને ખુશી નો  પાર જ ના રહ્યો.

ઘર પરિવાર (સંસાર)

          આ શિક્ષણ ની પરીક્ષાઓ માં તો હિતેન સારી રીતે એટલે કે સારા ક્રમાંકે ઉત્તીર્ણ (નીવડ્યો) થયો, પણ અસલ જીંદગી ની પરીક્ષાઓ હવે ચાલુ થશે. જે હિતેન માટે બહુજ કઠણાઈ ભરી છે. હિતેન ઘરે આવ્યા પછી એને  ઘણી બધી જવાબદારી સંભાળવા માં વ્યસ્ત થઈ ગયો. હિતેન પાસે નોકરી ના હોવા ના કારણે તે તેના ખેતી કામ માં લાગી ગયો.ઘર ની તમામ જવાબદારી તેના માથે લઇ લીધી, જેવીકે ભાઈયો નું શિક્ષણ, તેની મોટી બહેન ના લગ્ન ની જવાબદારી તેમજ તેના માતા પિતા અને પત્ની ની જવાબદારી. આમ  સમય પસાર થતા હિતેન અને તેના માતા પિતા એ  એની બહેન માટે યોગ્ય વર શોધી તેની બહેન ના ધામ ધૂમ થી લગ્ન કરાવ્યા. અને પછી હિતેન તેના રોજબરોજ ના કામ માં લાગી ગયો.

          નોકરી માટે બહુજ પ્રયત્ન કર્યા  બાદ ગામ ની નજીક ની શાળા માં કૃષિ વિજ્ઞાન ના શિક્ષક ની નોકરી મળી  ગઈ, નોકરી મળવા થી તેના ઘરના ને  ખુશી નો  કોઈ પાર ના રહ્યો. હિતેન રોજ શાળા એ જતો અને તેની તમામ ફરજો પૂરી ઈમાનદારી થી નિભાવતો હતો. તે તેનો પગાર ઘરમાં તેમજ ભાઈઓ ના શિક્ષણ પાછળ ખર્ચ કરતો હતો. આથી હિતેન ની પત્ની હંસા ને ગમતું ન હતું . અને હંસા એ  હિતેન ને જાણ કરી કે તે ગર્ભવતી છે, હિતેન ને તો  ખુશી નો પાર ન રહ્યો, અને ખુશી ના મારે નાચવા લાગ્યો. પણ હિતેન તેના ઘરના તથા ભાઈઓ ના શિક્ષણ પાછળ પોતાનો પૂરે પૂરો પગાર ખર્ચી નાખતો, તેથી તેની પત્ની ને ગમતું ન હતું આ કારણે બંને પતિ પત્ની વચ્ચે રોજ ઝગડા થતા હતા. રોજ  ઝગડા ના કારણે હિતેન તણાવ માં રહેવા લાગ્યો હતો. જોત જોતા માં નોકરી ના છ કયારે પૂરા થઈ ગયા એની ખબર જ ના પડી . અને દિવાળી નું વેકેશન પડી ગયું હતું .દિવાળી વખતે હિતેને ઘરના તમામ સભ્યો ને ભેટ આપી હતી . જેમકે માતા-પિતા ,ભાઈઓ ને કપડાં અને ફટાકડા આપ્યા હતા . અને પત્ની હંસા ને કપડાં તેમજ સોનાનો ચેન આપ્યો હતો . જેના કારણે પતિ પત્ની ના સબંધ માં થોડી મીઠાશ  આવી હતી .
         
          થોડો સમય પસાર થતા હિતેનની પત્ની હંસા ને ગર્ભવતી ના સાત મહિના પુરા થઇ ગયા. અને તેની શ્રીમંત (ગોદ ભરાઈ ) નો સમય આવ્યો અને શ્રીમંત ખુબ સારી રીતે કર્યુ અને પછી હંસા ને ગર્ભવતી નો સમય ક્યારે પૂરો થઈ ગયો એનો કોઈ ખ્યાલ જ ના રહ્યો.અને હિતેનના ઘરે નવા સભ્ય ની આવવાણી તૈયારી થઈ રહી હતી .અને હિતેનની  હંસા એ કમળ ના ફૂલ જેવી નાજુક અને સુંદર લક્ષ્મી નો એટલે કે એક પુત્રી નો જન્મ આપ્યો હતો . હિતેન તો ખુશી ના મારે ગાંડો થઈ ગયો . અને પોતાની પુત્રી ને ગોદ  માં લઇ ને નાચવા તેમજ
તેને ચૂમવા લાગ્યો હતો. હિતેને તેની પુત્રી નું નામ મધુ રાખ્યું હતું. હિતેન તેની પુત્રી મધુ માટે ખુબ જ ખુશ હતો. પોતાની દીકરી મધુ ને તે તમામ પ્રકાર ની ખુશીઓ આપવા માટે સજ્જ હતો. પછી હિતેન નોકરી તેમજ ખેતીના કામમાં  લાગી  ગયો  હતો અને કામમાં બહુ વ્યસ્ત થઇ ગયો હતો. તેની પત્ની હંસા રોજ તેને ફરિયાદ કરતી હતી તમે કામમાં એટલા બધા વ્યસ્ત થઈ ગયા છો કે અમને સમય પણ આપી શકતા નથી ? આમ રોજ બરોજ ના આ સવાલો થી હિતેન કંટાળી ગયો હતો.

          તેની પત્ની હંસા અને તેની માતા રોજ કામ ને લીધે એક બીજા જોડે સાસુ વહુ ના ઝગડા ચાલુ થઈ ગયા હતા. હિતેન રોજ નોકરી તેમજ કામે થી થાકીને આવતો અને ઝગડાઓ નું સમાધાન કરતો. પણ ઝગડા શાંત  થવાના બદલે રોજે વધવા લાગ્યા હતા. હંસા તેની માં ને કહેતી મારો પતિ કમાઈ છે, તમે ઘરે બેસીને મફત નું ખાવ છો, મારો પતિ ની કમાણી પર ફક્ત ને ફક્ત મારો જ અધિકાર છે. હંસા હિતેન ના ભાઈઓ અને હિતેન ના માતા પિતા જોડે દૂરવ્યવહાર કરતી હતી.

          એક દિવસ હિતેન બહુજ થાકીને આવ્યો હતો, અને તેને હંસા પાસે જમવા નું માંગ્યું તો હંસા છણકા નાખીને બોલી કે, ઘરમાં માં-બાપ ને પૈસા આપો છો તો માં-બાપ જોડે માંગો, આમ અનેક પ્રકાર ના અપશબ્દ બોલવા લાગી તેથી હિતેન ના ગુસ્સા નો કોઈ પાર ના રહ્યો અને એક લાફો મારી દીધો, તેથી બંને પતિ પત્ની વચ્ચે ઝગડો વધારે વધી ગયો હતો. ને હંસા ઘર છોડી પુત્રી મધુને મૂકી ઘર છોડી જતી રહી, આ બાજુ હિતેન ને એમ કે, ગુસ્સો શાંત થતા પાછી આવશે, પણ વધારે સમય થતા ન
આવી તેથી તે આજુ બાજુ શોધવા લાગ્યો હતો. અને પત્ની હંસા તો તેની મોટી બહેન ના ઘરે જતી રહી હતી. આ કારણે હિતેન ને હંસા પર બહુજ ગુસ્સો આવ્યો અને તે તણાવ માં રહેવા લાગ્યો હતો. તણાવ ના કારણે તે ખેતી તથા નોકરી ના કામમાં વધુ ને વધુ સમય વિતાવતો હતો. તેવામાં તેના નાનાભાઈ બારમા ની પરીક્ષા ચાલુ થવાની હતી, તો તે તેના ભાઈ ને પરીક્ષા ની તૈયારી કરાવવા માં લાગી ગયો હતો.

          ત્યાર બાદ પત્ની હંસા ને મનાવી ઘરે લાવવા ની કોશિશ કરી તો હંસા આવવા ની ના કહી દીધી, તેના થી હિતેન ને ગુસ્સો આવ્યો, કારણ કે પુત્રી મધુ એ ફક્ત ચાર જ મહિના ની હતી, અને હંસા ખોટી જીદ લઈને બેસી હતી હંસા એ કહ્યું હિતેન કે જ્યાં સુધી તમે તમારા માં-બાપ સાથે રહેશો ત્યાં સુધી હું નહિ આવું, અને ત્યાં સુધી તમારી પુત્રી મધુ ને તમારી પાસે જ રાખો, આમ કહી ને તેને ના પાડી દીધી હતી. હંસા એટલી સ્વાર્થી બની ગઈ કે એની પુત્રી મધુ પર પણ દયા આવી ન હતી. પણ હિતેન ની માતા સમાજદાર હોવાના કારણે પુત્રી મધુ ની તમામ પ્રકાર ની જવાવદારી હિતેન ની માતા એ લઈ લીધી, જેવી કે ગાય નું દૂધ પીવડાવીને મોટી કરી હતી. પત્ની હંસા ને ઘરે લાવવા માટે  વારંવાર  કોશિશ કરવા છતાં, ના આવી એટલે હિતેન રોષે ભરાયો હતો. તો તેની પત્ની હંસા ને કહ્યું કે તું તારી દીકરી ની ના થઈ તો અમારી શું થવાની? પુત્રી મધુ માટે તો આવીજા, પણ તે ના જ આવી. આના કારણે હિતેન ના ર્હદય ને ખુબ જ ઠેસ પહોંચી હતી, અને તેને પછી લાવવા ની પોતે જ ના પડી દીધી હતી. અને હંસા   ને કહ્યું કે તું તારા રસ્તે ને હું મારા રસ્તે, મારી પુત્રી મધુ નું હું જ મોટી કરીશ તારે એને મળવાની કોઈ જ જરૂર નથી તું તારી જિંદગી માં ખુશ અને હું મારી જિંદગી માં ખુશ, એવું કહી ને એ ઘરે પાછો આવતો રહ્યો હતો. પુત્રી મધુ છ મહિના ની થઈ ગઈ હતી અને હિતેન મધુ નો એક માં ની જેમ સાંચવતો હતો.

          થોડો સમય પસાર થતા હિતેન ને છુટા છેડા માટે  પંચ માં અપીલ કરી હતી, પછી પંચ (સમાજ) પંચ ના મોટા વડીલો તેમજ સભ્યો ને ભેગા કરીને ઘરમાં બનેલી તમામ ઘટના વિગતવાર સમજાવી હતી. અને પછી પંચ દ્વારા હંસા અને હિતેન ના છુટા છેડા થઈ ગયા હતા. પત્ની હંસા થી અલગ થયા પછી, તેને તેની પુત્રી મધુ ની એકલા જ દેખ રેખ કરવા ની હતી ને નોકરી-ઘર નું  વગેરે નું ધ્યાન રાખવા નું હતું. પણ હંસા ની સાથે છુટા છેડા બાદ હિતેન ખુબજ તણાવ માં રહેવા લાગ્યો હતો, તે કોઈ પણ સાથે વાત કરતો નતો, અને નોકરી છોડીને ઘરે બેસી ગયો હતો. તે બહુ જ તણાવ માં જતો રહ્યો હતો, એટલે એક દિવસ ઘર છોડવા નો નિર્ણય લીધો અને તેથી ઘર અને પોતાનું ગામ છોડીને બહુજ દૂર વાપી નામ ના શહેર જતો રહ્યો હતો. માતા પિતા તેમજ ભાઈ બહેન એ તેને ખુબ શોધવા નો પ્રયત્ન કર્યો પણ તેનો કોઈ જ ખબર અંતર ન હતી.

          હિતેન તેના તેના મિત્ર રમણ ના ઘરેજ હતો, અને રમણે  વાપી ની પાસે આવેલ ઉમર ગામ માં જંગલ ખાતા માં નોકરી અપાવી હતી. તેથી તે તણાવ માં થી મુક્ત થતો ગયો અને તે ખુશી થી રહેવા લાગ્યો હતો. થોડા સમય બાદ તે તેના ઘરે પત્ર લખીને જાણ કરી અને પૈસા નો મનીઓર્ડર પણ કર્યો હતો. તેના  માં-બાપ તેમજ તેના ભાઈઓ તેના ખબર અંતર સાંભળી ને ખુશ થઇ ગયા હતા. અને થોડા સમય બાદ ઘરે આવતા
જતા થયો હતો. ઘરમાં કોઈ પણ પ્રકાર ના સાધન સામગ્રી ની જરૂર હોય તે લાવી આપતો તેમજ તેની તમામ જવાબદારી  સારી રીતે નિભાવતો હતો. એટલા માં તેના નાના ભાઈ નો સરકારી કોલેજ માં પી.ટી.સી નો ઓર્ડર આવ્યો હોવાથી ભાઈ ને કોલેજ માં હાજર કર્યો, અને કોલેજ પૂરી કરાવી હતી. ત્યાર બાદ ભાઈ ને સરકારી પ્રાથમિક શાળા માં શિક્ષક તરીકે નોકરી પણ લગાવી દીધો હતો, તેથી તે બહુજ ખુશ હતો એટલાં આ તેની પુત્રી પણ પાંચ થી છ વર્ષ ની થાય ગઈ હતી. તેની પુત્રી ને પણ શાળા માં દાખલો લેવડાવ્યો હતો. પુત્રી મધુ નું ધ્યાન હિતેન ની માતા રાખતી હતી હિતેન પણ પૂત્રી મધુ ને ખુબજ પ્રેમ કરતો હતો, અને નોકરી ની રાજા પૂરી થતા તે નોકરી પાર પરત ગયો નોકરી કરતો હતો ત્યાં તેને એક છોકરી પસંદ આવી હતી.

          હિતેન પસંદ કરતો હતો તે છોકરી નું નામ રેવતી હતું. હિતેન રેવતી ને ખુબજ પ્રેમ કરતો હતો. તેથી તેને બીજા લગ્ન કરવા નો વિચાર આવ્યો હતો. તેથી તેને રેવતી ના ભાઈ ને પાસે જઈને રેવતી જોડે લગ્ન કરવા નો પ્રસ્તાવ રાખ્યો હતો, અને તે વખતે અતીત માં બનેલી તમામ ઘટના વિગતવાર રેવતી ના ભાઈ તેમજ રેવતી ને
કહી હતી. અને હિતેન ઉમર 32 વર્ષ થઈ ચુકી હતી અને રેવતી ના ભાઈએ હિતેન નો સારો સ્વભાવ તેમજ સારા ગુણ ધરાવતો હોવાથી તેમજ સારી નોકરી કરતો હોવાથી તેના લગ્ન નો પ્રસ્તાવ સ્વીકારી લીધો હતોપણ રેવતી ના ભાઈ ની એક શર્ત  હતી કે લગ્ન 3 વર્ષ બાદ થશે, આમ હિતેન તેની શરત ને માનીલીધી હતી. અને ત્યાં સુધી  હિતેને કોઈજ તકલીફ ના પડે તેમ લગ્ન ના પૈસા જમા કાર્ય અને ત્યાર બાદ  હિતેન ના બીજા લગ્ન ખુબજ ધામ ધૂમ થી કર્યા હતા, એ વખતે હિતેન ની ઉમર 35 વર્ષ ની થઈ ચુકી હતી.

          હિતેન તેની બીજી પત્ની રેવતી સાથે ખુબ જ હતો . તેઓ એક બીજા ને ખુબ પ્રેમ કરતા હતા. અને બંને પતિ -પત્ની ને એક બીજા ઉપર પણ ખુબ ભરોસો  હતો .બંને એક બીજાને સારી રીતે સમજતા હતા .અને દરેક નિર્ણયો પણ સારી રીતે એટ હતા . રેવતી ખુબ સમજદાર તેમજ ગુણવાન હતી . તે હિતેન તેમજ હિતેનની પુત્રી મધુ અને હિતેનના પરિવાર ની ખુબ જ દયાન રાખતી હતી .

             થોડો સમય પસાર થતા રેવતી એ હિતેન પુત્ર નો જન્મ આપ્યો હતો . તેથી  હિતેન અને તેના પરિવાર નો ખુશી નો પાર જ ના રહ્યો. બધા બહુજ ખુશ હતા અને હિતેન તો ખુશીને મારે પાગલ થઈ ગયો હતો. અને હિતેને તેના પુત્ર નું નામ વીરેન્દ્ર રાખ્યું હતું તેથી તેને વીર કહીને બોલાવતો હતો. હિતેન પુત્રી મધુ ને પણ બહુજ
પ્રેમ કરતો હતો, મધુ પણ રોજ શાળા એ જતી અને તે પણ હોશિયાર હતી, જોત જોતા માં વીર પણ પાંચ નો થતા તે પણ શાળા એ જવા લાગ્યો હતો. બંને ભાઈ બહેન જોડે શાળા એ જતા હતા. બંને ભાઈ બહેન હોશિયાર હતા, બહેન મધુ વીરેન્દ્ર નો ખુબજ ખ્યાલ રાખતી હતી, ભાઈ બહેન વચ્ચે અપાર પ્રેમ અને લાગણી હતી.

          હિતેન ની બીજી પત્ની ખુબ સમજદાર હતી, રેવતી પુત્ર અને પુત્રી માં કોઈજ ભેદ ભાવ કરતી ન હતી, વીર અને મધુ ને ખુબ જ પ્રેમ કરતી હતી, રેવતી એ મધુ ને કોઈ પણ સમયે માં ની કમી મહસૂસ થવા દીધી ન હતી. પુત્રી મધુ પણ તેની નવી મને અપાર પ્રેમ કરતી હતી, રેવતી એ બંને બાળકો ને સારી પરવરીશ તેમજ
સારા સંસ્કાર આપ્યા હતા હિતેન બંને બાળકો ને ખુબજ પ્રેમ કરતો હતો. તે બંને બાળકો તેમજ પત્ની રેવતી સાથે સુખ શાંતિ તથા ખુશી રહેતા હતા

          વાર તહેવારે બંને ભાઈ બહેન ખુબજ મસ્તી કરતા હતા. દા:ત કે દિવાળી ના તહેવાર માં ખુબજ મીઠાઈ ખાતા  અને કપડાં લેવડાવતાં તેમજ ફટાકડા ફોડવા વગેરે.... બંને ભાઈ બહેન વચ્ચે હરીફાઈ તેમજ નાની મોટી નોક જોક હંમેશા રહતી હતી. બંને એક બીજા ને ખુબ પ્રેમ કરતા હોવાથી જલ્દી સમાધાન કરી લેતા હતા. આથી ભાઈ બહેન નો પ્રેમ અતૂટ થતા અમૂલ્ય હતો.

           રક્ષા બંધન ના દિવસે વીર સવારે વહેલા ઉઠીને બહેન મધુ ની જઈને કહેતો કે જલ્દી રાખડી બાંધ નહિ તો ભેટ નહિ આપું, આમ બંને વચ્ચે નાની મોટી પ્યારી પ્યારી નોક જોક (લડાઈ) જોઈને હિતેન અને રેવતી બંને ગદ્દ ગદ્દ થઈ જતા હતા ને ભગવાન ને પ્રાર્થના કરતા હતા કે બંને ભાઈ બહેન ને કોઈ ની નજર ના લાગે અને આમજ અપાર પ્રેમ રહે, મધુ રેવતી ને પણ ઘરના કામમાં મદદ કરતી હતી, અને બધા શાંતિ થી રહેતા હતા, આમ હિતેન ની ઉમર આગળ વધતી ગઈ.

ઘડપણ (પચપન) 

          જોત જોતામાં સમય ક્યારે વીતતો ગયો એની ખબર જ ના રહી, હિતેન ની ઉમર લગભગ 51 વર્ષ થઈ ગઈ હતી. હિતેન ની પુત્રી મધુ અભ્યાસ પૂર્ણ કરી ચુકી હતી અને મધુ એક સરકારી અધિકારી બની હતી, ત્યાર બાદ આમ મધુ 3 વર્ષ થી નોકરી કરતી હતી, તેથી હવે મધુ લગ્ન ના લાયક થઈ ગઈ હતી તેથી પુત્રી મધુ ના માટે સારા સારા ઘર ના માંગા આવવા લાગ્યા હતા. હિતેને મધુ ના લાયક મધુ નો જીવન સાથી શોધીને હિતેને મધુ
ના ધામ ધૂમ પૂર્વક લગ્ન કરાવ્યા હતા. પુત્રી મધુ ના લગ્ન માં કોઈ પણ પ્રકાર ની કમી કે ખામી રહેવા દીધી ન હતી. હિતેન તેના હૃદય પર પથ્થર રાખીને અશ્રુભીની આંખે પુત્રી મધુ ને વિદાય આપી હતી, રેવતી અને હિતેન ને મધુ વિદાય બહુ જ આકરી હતી વિદાય વખતે તેમજ વિદાય બાદ રેવતી અને હિતેન ખુબ જ રડ્યા હતા. જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ હિતેન ની ઉમર પણ  વધતી ગઈ, હિતેન ની ઉમર 54 વર્ષ ની થઈ ગઈ હતી.

          વિરેન્દ્ર નો અભ્યાસ પણ પૂર્ણ થવા આવ્યો હતો તે ભણવા માં તેના પિતા હિતેન ની જેમ જ હોશિયાર હતો, તેથી તેને સારીરીતે અભ્યાસ પૂર્ણ કર્યો અને ઉત્તીર્ણ થયો હતો વિરેન્દ્ર નો અભ્યાસ પૂર્ણ કાર્ય બાદ તે મિલેટ્રી માં જોડાયો હતો. એક બાજુ હિતેન ની ઉમર 55 વર્ષ માં બેઠો ને એજ વખતે બીજી બાજુ હિતેન ના પુત્ર વિરેન્દ્ર ને મિલેટ્રી માં હાજર થવા માટે પત્ર આવ્યો તેથી હિતેન ની ખુશી નો કોઈ પર ના રહ્યો.  આમ પંચાવન (પચપન) નો હોવા છતાં બાળપણ જેવું વર્તન કરવા લાગ્યો પુત્ર વીર ને નોકરી માં હાજર થવા લઈ ગયો હતો, વીર ને નોકરી માં હાજર કરી ઘરે પરત આવ્યા પછી તે ખુબજ ખુશ હતો હવે તે રેવતી ને કહેવા લાગ્યો કે મને આ પંચાવન મુ વર્ષ ખુબજ ફળ્યું છે. બધા 60 વર્ષે નિવૃત થાય છે અને હું પંચાવન વર્ષે તમામ પ્રકાર ની જવાબદારી માંથી મુક્ત થાવ છું, એને ખુશી નો કોઈ પારાજ ના રહ્યો.

           હિતેન ના પંચાવન વર્ષ પૂર્ણ થતા તેના પુત્ર વિરેન્દ્ર એ ધામ ધૂમ પૂર્વક જન્મોત્સવ આયોજન કર્યું હતું,
તેમાં દીકરી જમાઈ પણ આયોજન માં સાથે હતા. પંચાવન મોં જન્મ દિવસ ખુબ ધામ  ધૂમ પૂર્વક ઉજવ્યો હતો. આમાં આખો પરિવાર પોતાનું ગામ તેમજ સગા -સંબંધિયો બોલાવ્યા હતા. અને ખૂબ જ આનંદ ઉલ્લાસ તેમજ ધામ ધૂમ પૂર્વક જન્મ દિવસ ઉજવ્યો હતો. પુત્ર વીર પંચાવન માં જન્મ દિવસે પોતાના પિતા ની બધીજ જવાબદારી થી મિક્ત કરી દીધા હતા ને કહ્યું કે હવે આગળ ના જીવન માં ભગવાન નું નામ લો અને આરામ કરો મજા કર અને જલસા કરો. તમારે હવે આમ સાંભળી હિતેન ની છાતી ગદ્દ ગદ્દ ફૂલવા લાગી અને ખુશી ના આંસુ એ રડવા લાગ્યો હતો. હિતેન અને રેવતી પુત્ર વીર ના લાયક છોકરી શોધીને ધામ ધૂમ પૂર્વક પુત્ર વીર ના પણ લગ્ન કાર્ય હતા.

          હિતેન અને રેવતી પુત્ર વીર અને પુત્ર વધુ જયમાલા સાથે સુખ શાંતિ થી અને આનંદદાયક રીતે રહેતા હતા. હિતેન નો આખો પરિવાર અને હિતેન ના માતા પિતા પણ ખુશી હળીમળીને શાંતિ થી રહે છે હિતેન આજ ની તારીખ માં બહુ જ ખુશ છે તથા તે અરવલ્લી જિલ્લા માં રહે છે


  • આમ આ વાર્તા માં થી શીખવા મળે છે, કે જીંદગી માં ઉતાર ચઢાવ આવતા રહે પણ આપણે હિમ્મત હારવી જોઈએ નહિ અને ખુબ મહેનત તેઅમજ ધીરજ થી અને શાંતિ થી નિર્ણય લેવા જોઈએ જેથી આપણ ને તેનું પરિણામ હંમેશા સારું મળે છે.
  • ઈમાનદારી થી કામ કરવું જોઈએ તેમજ ખુબ મહેનત કરવી જોઈએ ''જેમ કે ભગવદ  ગીતા માં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુન ને કહ્યું છે કે કર્મ કરતા જાવ ફળ ની આશા ના રાખો તે થી આપણને આગળ જતા  કર્મ નું સારું જ કર્મ ફળ મળે છે''
  • એટલે કર્મ ફળ આશા રાખ્યા વગર કર્મ કરતા જવું જોઈએ તેથી હંમેશા સારું જ પરિણામ આવે છે,
  • મિત્રો આશા રાખું છું કે આ વાર્તા આપને પસંદ આવી હશે અને હા મિત્રો આ વાર્તા અમારી પહેલી જ વાર્તા છે. તેથી આપ મિત્રો મારી નમ્ર વિંનંતી છે કે અમારા બ્લોગ ને સપોર્ટ કરો Subscribe અને શેર લાઈક કરો અને મિત્રો કોઈ સુજાવ હોય તો અમારા કોમેન્ટ ઓક્સ માં જરૂર લખી આપજો અને જો તમારી પાસે કોઈ વાર્તા હોય તો અમને જરૂર જાણ કરજો.
  • મિત્રો આપ સહુ નો ધન્યવાદ છે આ વાર્તા ને વાંચવા માટે તેમજ સમજવા માટે
  • ફરી મળીશું અનેક નવી વાર્તા સાથે  આભાર............

લેખક:         
સાધના .એ. સોઢા 


          

Comments

Popular posts from this blog

कोरोना की कविता

ગરીબ નું જીવન

सफलता की चाबी